વીર હનુમાન - જોરદાર વેબ સિરીઝ

 


દૂરદર્શન પર તો રામાયણ અને મહાભારત સીરીયલ જોઈ છે. એના પછી હોટ સ્ટાર પર નવી રામાયણ અને મહાભારત પણ જોઈ. એ પણ સરસ છે. રાધાકૃષ્ણ પણ જોઈ એ પણ બહુ સરસ છે.

હમણાં સોનીલીવ પર વીર હનુમાન શરૂ થઈ છે એ પણ બહુ સરસ છે. ખાસ કરીને ટાઇટલ ગીત પસંદ પડી જાય એવું. વિડિઓ એ આઈ થી બનાવ્યું છે એ પણ સારું લાગે છે.

નાનપણના પાત્ર જે બાળકએ ભજવ્યું છે એ સરસ છે. રામાયણમાં મુખ્ય પાત્ર રામ અને સીતા છે, એમાં હનુમાનની ઘણી ભૂમિકા છે. પણ હનુમાનની નાનપણની કથા આ સિરીઝમાં બહુ વિસ્તારથી બતાવી છે. એ જોઈને લાગે છે કે હમુમાન વિશેની ઘણી વાતો આપણે નથી ખબર.

પાત્રો, ગ્રાફિક્સ, ડાયલોગ, સંગીત બધું સારું છે. જોવાનું ચુકતા નહિ!


Popular posts from this blog

The Analytical Artiste

🎹હમ તો તેરે હી લિયે થે .... રાગ ભૈરવી

ભૂકંપની યાદ - એક સાચવી રાખેલો પત્ર...