જાદુ કી જપ્પી

જાદુ કી જપ્પી વાળી વાત આપણે સૌ કોઈને ખબર છે, મુન્નાભાઈ  MBBS માં બહુ સારી રીતે કહેવાઈ છે. એક હોસ્પિટલમાં સફાઈ કરતો કર્મચારી દરેક પર ગુસ્સો કરે છે, કારણ કે એને કરેલા પોછા પર લોકો પગ મૂકી રહ્યા છે.

એક IT પર્સન માટે પણ કંઈક આવું જ છે. સ્ટાફ ક્યારે તેમને  Thank You  પણ કહેતો નથી! ડેસ્કટોપ, સર્વર, ઇન્ટરનેટ, પ્રિન્ટર અને કંઇક કેટલું બધું મેનેજ કરવું પડે છે અને એના માટે કેટલું પ્લાનિંગ અને મહેનત કરવી પડે છે એની સ્ટાફને ખબર નથી.

કી બોર્ડ નથી ચાલતું, માઉસ નથી ચાલતું, ઈન્ટરનેટ બંધ થઈ ગયું, એ પ્રોબ્લેમ છે કે બીજું પ્રોબ્લેમ છે એ બધા કારણો લઈ ને સ્ટાફની આખી સેના હથિયાર લઈને મતલબ કે બોલવામાં કંઇ બાકી રાખ્યા વગર આઈટી પર્સન પર હુમલો કરી દે છે. ગમે તેટલું સારું કામ કરો સ્ટાફ પણ જો કોઈ એક પ્રોબ્લેમ આવે તો બધું પાણીમાં.

આવું કેમ? આટલી નિર્દયતા શું કામ? ઓફિસમાં આઇટી વગર પાંચ મીનીટ પણ ચાલે તેમ નથી. એને સરખું રાખવા આઇટી પર્સન તેનાથી થાય એ બધું જ કરી છૂટે છે.

ક્યારેક તો કદર કરો, મીઠા બે શબ્દો બોલો. વખાણ કરો, પ્રોત્સાહન આપો! "જાદુ કી જપ્પી" ની વાત યાદ રાખો.

અને આઇટી પર્સન ભગવાન નથી. બધું એના હાથમાં નથી, એ સમજો!