માતૃત્વ – ફિલ્મ અમર પ્રેમ અને આરાધના



ગયા રવિવારે એટલે કે 11/05/2025 ના વિશ્વ માતૃત્વ દિવસ હતો. માતૃત્વ અને માં ઉપર તો ભલભલા લખીને ટૂંકા પડી ગયા છે! એટલે લખવા કરતાં અહીં બે ફિલ્મોનો જરૂર ઉલ્લેખ કરીશ જે માતૃત્વ વિષે ઘણું કહી જાય છે – પ્રેમ, મમતા અને ત્યાગ.

અમર પ્રેમ અને આરાધના. બંને ફિલ્મોના પોસ્ટર જુઓ અને કલાકાર જુઓ, ગીતો જુઓ તો સાચી સ્ટોરીનો તો ખ્યાલ જ નથી આવતો. એમ લાગે કે સ્ત્રી અને પુરુષના પ્રેમની વાર્તા હશે. પણ બિલકુલ એવું નથી. બંને ફિલ્મોમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર છે. એ બંનેનો અભિનય લાજવાબ છે. સ્ક્રિપ્ટ, ડાયલોગ અને અદભૂત સંગીત.

ખાસ કરીને ફિલ્મના બીજા ભાગમાં આખી સ્ટોરી બદલાઇ જાય છે. મોટો ટ્વીસ્ટ આવે છે. માં અને માતૃત્વની પરીક્ષા આવે છે. માંને બહુ જ કપરા દુઃખોનો સામનો કરવો પડે છે પણ એ હિંમત હારતી નથી. એ પોતાના પુત્ર માટે બધું જ કરે છે.

ખાસ કરીને અમર પ્રેમમાં તો એ સગો દિકરો નથી, છતાં પણ માંના પ્રેમમાં કોઈ કસર નથી. અને એટલે જ મને અમર પ્રેમ, આરાધના કરતાં વધારે ગમે છે. અમર પ્રેમની વાત જ અલગ છે. કોઈ પણ જાતના લોહીના સંબંધ વગર પણ પ્રેમ હોઈ શકે છે, માની મમતા હોય શકે છે, જે રીતે આપણે સૌ કોઈને ભગવાન સ્વરૂપે દેવી/દુર્ગા/પાર્વતિ/લક્ષ્મી પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે.

અમર પ્રેમમાં પ્રેમ બહુ જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે... અને એટલે જ એ પ્રેમને "અમર" કહ્યું છે. એક એક દ્રશ્ય, ડાયલોગ, એક્ટિંગ, મેસેજ બહુ જ ઊંડાણ ભર્યું છે..... જેને ધ્યાનથી સમજીએ તો જ સમજાય. આ કોઈ અન્ય ફિલ્મો જેવી સામાન્ય ફિલ્મો નથી. કંઇક ખાસ છે.

બંને ફિલ્મોના સંગીતની તો શું વાત કરવી? સંગીતમાં પણ મને અમર પ્રેમનું સંગીત બહુ જ ગમે છે. બધા ગીતો રાગો ઉપર આધારિત અને એક એકથી ચડિયાતા. આટલાં વર્ષો પછી પણ ગીતો તાજા છે. એની સુગંધ અને આકર્ષણ કાયમ છે.

જો આ બંને ફિલ્મો ન જોઈ હોય તો જોજો....! તમારો હૃદય કહેશે વાહ! અને આંખો માંથી, આંશુ વહી નીકળશે.

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો