ભૂકંપની યાદ - એક સાચવી રાખેલો પત્ર...

26 જાન્યુઆરી 2001 ના દિવસે આવેલો ખતરનાક ભૂકંપ કેમ ભુલાય? 

હું ત્યારે ભુજની એક સ્વૈચ્છિક સંસ્થામાં કામ કરતો હતો. અને ઓફિસે ના એક શાળાના કાર્યક્રમ માટે આગલા દિવસે હાજીપીર ગયો હતો અને ત્યાં જ રાત રોકાણો હતો. સવારે ચાલુ કાર્યેક્રમે ભૂકંપ આવ્યો અને આખી ધરતી ધ્રૂજતી હતી ત્યારે ખબર ન હતી કે ભુજમાં શું હાલત થઇ છે. 

જયારે ભુજ પહોંચ્યો ત્યારે પરિસ્થિતિનો અંદાજ આવ્યો. અમે 1994થી ભાનુશાલી નગરમાં આવેલા દીપ મંદિર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જે ભૂકંપમાં આખો ધારાશાહી થઇ ગયો હતો. જોકે કોઈ જાનહાની થઇ ન હતી. 

ભૂકંપ બાદના આંચકા અને બીકના કારણે અમે ઓફિસે સ્ટાફ ઓફિસમાં બેસીને કામ નહતા કરતા. અમે બાજુમાં આવેલા જાહેર બગીચામાં સેટઅપ કરીને કામ ચાલુ કર્યું. મેં મારો કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે ત્યાં સેટઅપ કર્યું. 

ઘણું કામ કર્યું. અમારું ઘર હવે ન હતું. અમે ટેન્ટ બાંધીને ખુલ્લા મેદાનમાં રહેતા. હું મારા કાકાના ઘરે સુવા માટે જતો. પછી BAPS એ જે ટીન સીટી બનાવ્યું એમાં રહેતા. 

આવી પરિસ્થિતિમાં પણ મેં કોમ્પ્યુટરમાં જબરું કામ કર્યું. ત્યારે અમારા સ્ટાફના લોકો વસ્તુ વિતરણ અને સર્વે માટે જુદાં જુદાં ગામોમાં જતાં અને હું એમના માટે કોમ્પ્યુટરમાં કામ કરતો. 

આ દરમ્યાન મારા કામથી પ્રભાવિત થઈને અમદાવાદની એક સંસ્થામાંથી આવેલ બહેને ત્યાં અમદાવાદથી પત્ર લખ્યો. જે અહીંયા મુકું છું. આ પત્ર મારી હૃદયની નજીક છે.... મારી સંપત્તિ છે.... મારી યાદ છે...



Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

The Analytical Artiste

🎹હમ તો તેરે હી લિયે થે .... રાગ ભૈરવી