ઉલ જ્લુલ ઇશ્ક... રાગ યમન


ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનો આ બહુ જ સરસ ગીત છે. ધીમું અને મધુર સંગીત... મસ્ત ગિટાર... 

ઘણી વખત સાંભળ્યું અને હું મારા ઘરે મ્યુઝિકલ કીબોર્ડ પર વગાડીને કોશિશ કરી રહ્યો હતો રાગ ગોતવાની. આમાં બંને ગાંધાર લાગી રહ્યા છે... શુધ્ધ અને કોમળ. વગાડતાં વગાડતાં લાગ્યું કે આ તો રાગ યમન છે. રાગ યમનમાં કોમળ ગાંધાર નથી લાગતું પણ ગીતની સુંદરતા માટે અહીં બહુંજ ખૂબસુરત રીતે ઉપયોગ થયો છે. શબ્દો ગુલઝારના છે એટલે થોડા ન સમજાય એવા છે! અને ખાસ કરીને "ઉલ જલૂલ" આ શબ્દો વખતે જ શુધ્ધ અને કોમળ ગાંધારનો સાથે જ ઉપયોગ કર્યો છે. વાહ! શું કહું! જોરદાર રચના! અદ્ભુત, કમાલ, ધમાલ... વિશાલ ભારદ્વાજ, વાહ! 

આ ગીતની સાથે જ મેં જૂનું આર. ડી.નું રાગ યમન પર આધારિત ગીત "નામ ભૂલ જાયેગા... ચહેરા એ બદલ જાયેગા... મેરી આવજ હિ પહેચાન હૈ... ગર યાદ રહે.." વગાડ્યું.... એ જ સુર, એ જ મીઠાસ... પછી મને ખાત્રી થઈ કે "ઉલ જલૂલ ઇશ્ક... " એ રાગ યમન છે... અને કોમળ ગાંધારથી આખી અનોખી મજા આવે છે.... વાહ....! વાહ..

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

अपने बारे मैं कुछ लिख सका यारों...!

🎹હમ તો તેરે હી લિયે થે .... રાગ ભૈરવી