ટ્રીપ - શ્રી અંબાબાઈ (મહાલક્ષ્મી) - કોલ્હાપુર - વાયા મુંબઈ

બેકગ્રાઉન્ડ 


હોટ સ્ટાર / જીઓ સ્ટાર પર એક બહુ જ સરસ વેબ સિરીઝ છે - "રાધા કૃષ્ણ " મેં એના ઘણાં એપિસોડે જોયા .  રાધા અને કૃષ્ણમાં એમની નિયતિ છે એ પ્રમાણે વિયોગ સહન કરવું પડે છે,  એમનાં બંનેના જીવનમાં ઘણી બધી મુશીબતો આવે છે. આમ છતાં પણ એ રાધા અને કૃષ્ણના વચ્ચેના પ્રેમ સંબંધ માં કંઈ જ ફરક નથી પડતો. આ બંને બધી મુશીબતોનો સામનો કરે છે.  અને આવનારા યુગો માટે લોકોને પ્રેમનો સંદેશો આપે છે. 

મારી માતાનો નામ પણ "રાધા" છે. એના હૃદયમાં પણ ભરપૂર પ્રેમ છે. જીવનમાં ઘણાં બધા દુઃખો અને મુશીબતો વેઠવા છતાં એને પોતાના હૃદયના એ પ્રેમને ક્યારે સુકાવા નથી દીધું.  એ એના જીવનની ઉપલબ્ધી. જેનાથી હું બહુ જ પ્રભાવિત છું.

રાધા કૃષ્ણ વેબ સિરીઝમાં કોલ્હાપુરમાં જે શ્રી અંબાબાઈ (મહાલક્ષ્મી) નું મંદિર છે એની સ્ટોરી છે.  એ જોયા પછી મેં ગૂગલ મેપ્સ પર આ મંદિરને સર્ચ કર્યું. અને વિચાર્યું કે અહીં જવું છે.  ઘણાં વર્ષો પછી મારી આ ઈચ્છા દેવીની કૃપાથી પુરી થઇ.

આયોજન 

19

  • 20:25 - ભુજ થી મુંબઈ વાયા કચ્છ એક્સપ્રેસ 22956 - સયાજી નગરી વારી ભુજથી મુંબઈની ટ્રેનમાં અમદાવાદ અને વડોદરા માટે મુસાફરી કરી છે. પણ કચ્છ એક્સપ્રેસ્સમાં નથી ગયો. મુંબઈ જવું હોય તો સયાજી નગરી બેસ્ટ ઓપ્શન છે,  કારણ કે એ દાદર સ્ટેશને ઉતારે છે જ્યાંથી આગળની લોકલ ટ્રેન કનેક્ટિવિટી સારી છે,  વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવે બંને દાદર પર છે.  જયારે કચ્છ એક્સપ્રેસ બાંદ્રા ઉતારે છે,  જે ખાલી વેસ્ટર્ન રેલ્વેનો સ્ટેશન છે,  અને મુંબઈ માં આગળ જવું હોય તો દાદર આવવું પડે.  મુંબઇનો મુખ્ય સ્ટેશન મુંબઈ સેન્ટ્રલ પણ બાન્દ્રાથી ડાયરેક્ટ ન જય શકાય, દાદર આવવું પડે. જો કે હવે નવી મેટ્રો લાઈન ચાલુ થઇ છે,  જેનાથી તમે બાન્દ્રાથી ડાયરેક્ટ મુંબઈ સેન્ટ્રલ જઈ શકો. 
20
  • ટ્રેનનો અનુભવ. કચ્છ એક્સપ્રેસમાં કોઈ પેન્ટ્રી નથી. એટલે છેક સુરત સુધી કોઈ પાણી વારો પણ ન આવ્યો. અને સ્લીપર કોચની કંડીશન પણ ખરાબ જ છે. પાલઘર સ્ટેશનથી અમુક યુવાઓ નોકરિયાતો ચડ્યા. રોજ અપ ડાઉન કરતા. આજે દિવાળીની એ લોકોને રજા નથી. આવતી કાલથી 3 દિવસ છે.
  • 11:20 - BDTS બાંદ્રા ટર્મિનસ પહોંચ્યો. સ્ટેશન પર જ ફ્રેશ થઇને આગળની મુસાફરી કરી.  
  • 12 - બાંદ્રા ટર્મિનસથી બાંદ્રા કુર્લા મેટ્રો સ્ટેશન પહોંચ્યો. 
  • 14:11 - સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા.  મંદિરની એકદમ બાજુમાં જ મેટ્રોનો સ્ટેશન છે. દરેક મોટા મંદિર / વિખ્યાત મંદિરમાં જે રીતે ભીડ હોય છે એમ આમાં પણ એટલી જ ભીડ હતી. પ્રથમ વખત જે એન્ટ્રી ગેટમાંથી દર્શન કર્યા એમાં ભીડ ઓછી હતી,  પણ  દર્શન પણ દૂરથી થયા. એટલે ફરીથી બીજા ગેટમાંથી દર્શન કરવા પ્રવેશ્યો, જ્યાં ઘણી ભીડ હતી પણ દર્શન એકદમ નજદીકથી થયા. 
  • 16 - ફરીથી આજ મેટ્રો સ્ટેશનથી આજ મેટ્રો લાઈનમાં મહાલક્ષ્મી મંદિર પહોંચ્યો અને દર્શન કર્યા. પરત ફરીને મેટ્રોની આજ લાઈનમાં CSMT સ્ટેશન ગયો.   
  • 17 - CSMT સ્ટેશન પહોંચ્યો.  ત્યાંથી આજુબાજુની માર્કેટ પગપાળા ફર્યો. CSMT સ્ટેશનનું બાંધકામ બહુ પૌરાણિક અને લાજવાબ છે.  
  • 20:20 - 17411 / MAHALAXMI EXP  મુંબઈથી કોલ્હાપુર.  ટ્રેનનો નામ પણ એ જ છે,  જ્યાં હું જઈ રહ્યો છું. ભુજ - મુંબઈ - ભુજ એ રેલ્વેની વેસ્ટર્ન લાઈન છે ,  જયારે મુંબઈથી કોલ્હાપુરની આ ટ્રેન સેન્ટ્રલ લાઈનની છે.  ટ્રેનમાં જતી વખતે અને પાછા ફરતી વખતે ટ્રેનના પોલીસનું મોનીટરીંગ હતું. જે ભુજ - મુંબઈ - ભુજ વારી વેસ્ટર્ન લાઈનમાં કોઈ પોલિસ જોવા નથી મળતું. રાત્રે મારો મોબાઈલ બહારે દેખાતું હતું, એટલે પોલીસવારાએ મને મોબાઈલને બહારે ન રાખવાની સલાહ આપી. 
21
  • 7:15 - કોલ્હાપુર રેલ્વે સ્ટેશન પહોંચ્યો. સ્ટેશન પર જ ફ્રેશ થયો અને નાસ્તો કર્યો. 
  • 8:45 - શ્રી અંબાબાઈ (મહાલક્ષ્મી) મંદિરમાં દર્શનની લાઈનમાં ઉભો રહ્યો.   
  • 10:40 - દર્શન કર્યા.
  • 12:10 - INOX મોલમાં "થામા" ફિલ્મ જોઈ.  બહુ ખાસ ન હતી.
  • ફિલ્મ જોયા પછી આજુબાજુ કોલ્હાપુર માર્કેટમાં ફર્યો. લંચ કર્યું. 
  • 17:15 - સાંજે મંદિરમાં દર્શન માટે ઓછી ભીડ હતી એટલે ફરીથી દર્શન કાર્ય
  • 20:50 -  MAHALAXMI EXP માં કોલ્હાપુરથી મુંબઈ દાદર ગયો. 
22
  • 7:15 - દાદર ઉતર્યો. આ સ્ટેશનમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઈન બંને છે. એટલે ખાસ કોંનેકટીન્ગ સ્ટેશન છે.  અહીંથી ફ્રેશ થઈને મુંબઈ ફરવા નીકળ્યો.
  • 8:15 - દાદર સ્ટેશનની બાજુમાં જ બહુ મોટી ફ્લાવર્સ માર્કેટ છે.  ગુગલે પ્રમાણે આ એશિયાની સૌથી મોટી ફ્લાવર માર્કેટ છે.  થોડીક માર્કેટ ઓપન રોડ પર છે અને આગળ જતાં કમ્પાઉન્ડમાં પણ છે. હું વોક કરતાં રસ્તા પરની માર્કેટ ફરતો હતો અને ઘણાં બધા ફ્લાવર્સના ફોટો લીધા.  ફ્લાવર્સ માર્કેટની વિરુદ્ધ સાઈડમાં બહુ મોટી શાકભાજીની માર્કેટ હતી. 
  • 8:45 - શિવાજી મેદાન જોયું.   મેદાનની ફરતે આપણા ભુજના હમીરસર તળાવ જેવું વોક વે છે. જ્યાં ઘણાં બધા લોકો રાઉન્ડ લગાવી રહ્યા હતા. 
  • 10:45 -  ફોનિક્સ મોલ પહોંચ્યો.  જે બહુ મોટો અને સુપ્રસિદ્ધ છે.  બધી જ લકઝરી બ્રાન્ડો છે.  વિશાળ જગ્યા છે.  મોલથી પરત ફરીને  આજુબાજુ પગે ફર્યો. લંચ કર્યું. 
  • 13:15 - લોઅર પરેલથી દાદર લોકલ ટ્રેનમાં ગયો.  એટીએમ મશીન જેવા મશીનથી પાંચ રૂપિયામાં બીજાની મદદ લઇ લોકલ ટ્રેન ટિકિટ લીધી.  
  • 15:15 - સૈયાજી નગરી ટ્રેનમાં દાદરથી ભુજ આવ્યો. 
23
  • 6:15 - ભુજ રેલવે સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી રીક્ષામાં ઘરે પહોંચ્યો અને મારી યાત્રા પૂર્ણ થઇ! 

અનુભવ 
  • મારો આયોજન અમદાવાદથી ડાયરેક્ટ કોલ્હાપુર ટ્રેનમાં જવાનું હતું પણ એ ટ્રેનમાં ટિકિટ ન મળી એટલે વાયા મુંબઈ પ્લાન કર્યું. જે સારું થયું કે એ બહાને મુંબઈ ફર્યો. 
  • મુંબઈ - મુંબઈ વિષે આપણા મનમાં ઘણું બધું છે,  ઘણી સાચી ખોટી માન્યતાઓ છે.  પણ કચ્છ ને મુંબઈથી ખાસ લગાવ છે.  ઘણાં કચ્છથી ગયેલા લોકોએ પોતાના ધંધા અને રોજગારથી જિંદગી બનાવી છે. ત્યાં ફરતો હતો ત્યાં દુકાનદારોમાં અને મુસાફરોમાં ઘણાં લોકો ગુજરાતી હતા. "જો ડર ગયા સો મર ગયા"  એ કહેવત જીવનમાં આગળ વધવા માટે ઘણી સાચી છે.  ઘણાં લોકો ડરને શરણે થયા વગર ત્યાં ગયા છે અને શુન્યથી સર્જન કર્યું છે.  સલામ છે એ લોકોને. 
  • જયારે બીજી બાજુ અહીં એવા પણ લોકો છે ક્યારે સામખિયાળી પણ ક્રોસ નથી કરતાં!!
  • મુંબઈમાં આ રીતે હું પહેલી વાર ફર્યો. બાકીતો મુસાફરી માટે એક ટ્રેનથી બીજી ટ્રેન પકડવા મુંબઈ સ્ટેશનમાં જ રોકાઈએ છીએ. 
  • મુંબઈના રેલવે સ્ટેશનમાં બહુ જ ખતરનાક ભીડ હોય છે. 
  • મુંબઈના બાંદ્રા કુર્લા પર NSE, SEBI, RBI  ની ઓફીસ છે એ જોઈ. ઉપરાંત  બેન્કોની હેડ ઑફિસની મોટી બિલ્ડીંગો છે.  
  • મુંબઈની આ નવી મેટ્રો લાઈન બહુ જ જોરદાર છે જે એરપોર્ટ, સિદ્ધિ વિનાયક,  મહાલક્ષ્મી અને બીજા ઘણાં અગત્યના રેલવે સ્ટેશનને જોડે છે.  મેં એનો જ બહુ લાભ લીધો. 
  • શ્રી અંબાબાઈ (મહાલક્ષ્મી) બહુ ખાસ છે,  હું આ મંદિરના કારણે જ મેં આ આખી ટ્રીપનો આયોજન કરેલું. 
Google Gemini 
હું આજકાલ Google Gemini નો ઘણો ઉપયોગ કરું છું, ગ્રાફિક્સના કામ માટે, કોમ્પ્યુટરમાં આવતા પ્રોબ્લેમ્સની હેલ્પ માટે અને મુસાફરી માટે. આ ટ્રીપ માટેની જરૂરી માહિતી પણ મેં એમાંથી જ લીધી . 

Google Photos Album link
https://photos.app.goo.gl/pfw67ybsGoD3pN628

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો