अपने बारे मैं कुछ लिख सका यारों...!

 


मिली हवाओं में उड़ने की वो सज़ा यारों 
के मैं ज़मीन के रिश्तों से कट गया यारों 

वो बे-खयाल मुसाफ़िर मैं रास्ता यारों 
कहाँ था बस में मेरे उसको रोकना यारों 

मेरे कलम पे ज़माने की गर्द ऐसी थी 
के अपने बारे मैं ना कुछ भी लिख सका यारों 

तमाम शहर ही जिसकी तलाश में ग़म था 
मैं उसके घर का पता किस से पूछता यारों 
રાગ ભૈરવી પર આધારિત આ બહુ જ સરસ ગઝલ છે.  એકદમ ધીમું સંગીત વાગી રહ્યું છે અને ખાસ કરીને સંતૂર! ઓહો!  વાહ!  શું કહું! 

આ ગઝલ માં એક બહુ જ સરસ  શેર આવે છે. 

मेरे कलम पे ज़माने की गर्द ऐसी थी 
के अपने बारे मैं ना कुछ भी लिख सका यारों 

હું પણ કૈંક આવું જ ઈચ્છું છું. બહારની, સમાજની જવાબદારી અને ઉપાધિમાં હું એટલો ઉલજવા નથી માંગતો કે  હું પોતાની માટે થોડો સમય ન કાઢી શકું !  મારો એક પોતાનું રૂમ છે,  જ્યાં હું છું, કમ્પ્યુટર છે,  સંગીતનો કીબોર્ડ છે અને આ ગઝલ હું લૂપમાં સાંભળી રહ્યો છું ! 

આ બ્લોગ પણ હું આ જ ઉદેશ્યથી લખી રહ્યો છું. જેથી હું કૈંક પોતાને ગમતું અને પોતાના માટે લખી શકું અને આ શેર મને લાગુ ન પડે અથવા એનાથી બચી શકું! 

આ બ્લોગ લખીને મને એક આનંદ અને સંતોષ છે કે अपने बारे मैं कुछ लिख सका यारों...! 

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો