ટ્રીપ - ઓમકારેશ્વર અને ઉજ્જૈન
પ્રવાસ કાર્યક્રમ
તા. 11/08/2025 (સોમવાર)
- પ્રસ્થાન : 18:25 - ગાંધીધામથી ઇન્દોર વાયા ટ્રેન
- ઇન્દોરમાં સવારે 9 વાગ્યે આગમન
- ઈન્દોરથી ઓમકારેશ્વર વાયા બસ
- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શન
- ઓમકારેશ્વરથી ઇન્દોર વાયા બસ
- ઇન્દોરના રેલ્વે સ્ટેશનની નોન એસી ડોરમીટોરીમાં રાત્રી રોકાણ
- ઇન્દોરથી ઉજ્જૈન પ્રસ્થાન વાયા ટ્રેન (વંદે ભારત) સવારે 6:10 વાગ્યે
- કાલ ભૈરવ મંદિરના દર્શન
- મહાકાલેશ્વર મંદિરના દર્શન અને કોરીડોરનું નિરીક્ષણ
- હરસિધ્ધિ શક્તિપીઠના દર્શન
- ચિંતામણ ગણેશ મંદિરના દર્શન
- ઉજ્જૈન રેલવે સ્ટેશન પરત
- ઉજ્જૈનથી વડોદરા વાયા ટ્રેન સાંજે 17:55 વાગ્યે
- વડોદરા રેલવે સ્ટેશન રૂમમાં રાત્રી રોકાણ
- વડોદરાથી ભુજ વાયા ટ્રેન સવારે 5 વાગ્યે
અનુભવ
- ઘણાં વર્ષોથી ઉજ્જૈન અને ઓમકારેશ્વર જવું છે એવું નક્કી કરેલું, આ વખતે વિચારેલું અમલમાં કરી નાખ્યું!
- દર સોમવારે ગાંધીધામથી ઇન્દોર માટેની ટ્રેન છે. એટલે આ ઉજ્જૈન અને ઓમકારેશ્વર જવા માટે સારો ઓપ્શન છે. ઇન્દોર ઉજ્જૈન અને ઓમકારેશ્વરની વચ્ચે આવે છે. એટલે મેં નક્કી કર્યું કે ઇન્દોરથી પહેલાં ઓમકારેશ્વર અને પછી વળતી વેળાએ ઉજ્જૈન અને પાછા ભુજ આવવું.
- બધી ટ્રેન ટિકિટો તત્કાળમાં કરી. જનરલ બધી વેઇટિંગમાં જ હતી.
- રોકાણ માટે રેલવે સ્ટેશનમાં જ રૂમ / ડોર્મિટરી માં બુકિંગ થઈ ગયું. એટલે શહેરમાં જઈને કોઈ ઓપ્શન ગોતવાની જરૂર જ ન પડી.
- રેલવે સ્ટેશનમાં ડોર્મિટરી અને રૂમ રહેવા લાયક છે.
- ઇન્દોરથી ઓમકારેશ્વર માટે બસ જ એક ઓપ્શન છે. અત્યારે ટ્રેનની કોઈ સુવિધા નથી, પણ જાણવા મળ્યું કે ટ્રેનનું કામ ચાલુ છે, એટલે ભવિષ્યમાં ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે.
- આ બસ ઉજ્જૈનથી આવે છે. જે 2 કલાક જેટલી મોડી પડી. અને ઓમકારેશ્વર પહોચતા લગભગ અઢી કલાક લાગ્યા. રસ્તા સારા નથી. થોડા કિલોમીટર પહાડી રસ્તો છે. એટલે મુસાફરીમાં વાર લાગે છે.
- હું બસથી લગભગ 4:30 ઓમકારેશ્વર મંદિર જવા પહોંચ્યો. ઉજ્જૈનની જેમ અહીંયા પણ સિગ્ર દર્શનની સુવિધા છે અને ઓનલાઇન ટિકિટ પણ બુક થાય છે, જેની મને ખબર નહતી.
- આ દિવસના કોટા પૂર્ણ થઈ જવાથી અમને સિગ્ર દર્શનની ટિકિટ ન મળી અને ફરજિયાત નોર્મલ લાઈનમાં ઊભીને દર્શન કરવા જવું પડ્યું.
- બહુ જ ભીડ હતી અને લાઇનમાં લગભગ અઢી કલાક લાગ્યા!
- લગભગ રાત્રે 8 વાગે ત્યાંથી પ્રાઈવેટ ગાડી કરી અને ઇન્દોર પહોંચ્યો.
- બીજા દિવસે ઇન્દોરથી વાયા ટ્રેન ઉજ્જૈન ગયો અને સ્ટેશનથી જ બધા મંદિરોના દર્શનો માટે ગયો.
- હું એકલો જ હતો અને નાની બેકપેક હતી એટલે બધી જગ્યાએ રેપિડો થી બાઇક બુક કરાવીને ગયો.
- વહેલી સવારે લગભગ 8 વાગે ભૈરવ મંદિરમાં ભીડ ન હતી. તરત દર્શન કરીને, મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો.
- ત્યાં સિગ્ર દર્શનની 250ની ટિકિટ બુક કરાવી દર્શન કર્યા. ભીડ ન હતી. દર્શન પછી ત્યાંના કમ્પાઉન્ડમાં જબરદસ્ત કોરિડોર છે ત્યાં ફર્યો અને નાસ્તો કર્યો. કોરીડોરમાં મજા આવી.
- અહીંથી હરસિદ્ધિ શક્તિપીઠ અને ત્યાંથી ચિંતામણ ગણેશ મંદિર ગયો.
- બપોરના 1 વાગે હું થાકી ગયો હતો! ટ્રાવેલિંગમાં નીંદર બરોબર ન થાય, વહેલા ઊઠવું પડે! હું સવાર 5 વાગે ઊઠી ગયો હતો. અને બપોરે 1 વાગે બધું ફરીને મારી ઊર્જા પૂરી થઈ ગઈ હતી.
- એટલે બીજા કોઈ મંદિરમાં ન ગયો અને પાછો રેલવે સ્ટેશને ગયો જ્યાંથી મારે રિટર્ન વડોદરાની ટેન સાંજે 17:55 વાગ્યે પકડવાની હતી.
- ઓવર ઓલ મજા આવી. વરસાદનો કોઈ વિધ્ન ન નડ્યો.
એક અજનબી મુસાફર સાથે મુલાકાત
ઇન્દોરથી ઓમકારેશ્વર જવા માટે બસની રાહ જોતો હતો ત્યારે એક યુવાન મળ્યો, "ભાનું પ્રકાશ" જે મારી જેમ આઇટી માં જ કામ કરે છે. 23 વર્ષનો યુવાન છે. જે આ પહેલા, વારાણસી, શ્રી સૈલમ જેવા જ્યોતિર્લિંગના દર્શન કરી આવ્યો છે અને બારેય જ્યોતિર્લિંગના દર્શન એણે કરવા છે. અમે ઓમકારેશ્વરમાં સાથે હતા. એને હિન્દી ઓછી ફાવે છે. હવે એનું પ્લાનિંગ ગુજરાતના જ્યોતિર્લિંગનું છે. એ હૈદરાબાદથી વાયા ફ્લાઈટ ઇન્દોર આવ્યો હતો. હું ઇન્દોરથી ઉજ્જૈન પહેલાં નીકળી ગયો હતો, એ પાછળથી આવ્યો. મહાકાલેશ્વરના દર્શન કર્યા અને પાછો હૈદરાબાદ જતો રહ્યો.
જન્માષ્ટમી
આજે અત્યારે હું એક મંદિરમાંથી આ લખી રહ્યો છું. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈને હંમેશા એ જે મૂર્તિ સંદેશો આપે છે એ યાદ આવે છે, વાંસળી જે આનંદ અને સંગીત છે અને એક પગ વળેલું છે, મતલબ એક પગ ભૌતિકતા અને બીજું અધ્યાત્મમાં આખા જીવનને પૈસા, નોકરી, ભૌતિકવાદ માં ન નાખવું. થોડું સમય મંદિર, ભગવાન અને અધ્યાત્મ માટે કાઢવું! આ હું હંમેશા યાદ રાખું છું અને આ ઓમકારેશ્વર અને ઉજ્જૈન ટ્રિપનું પણ આજ કારણ. એક પગ ભગવાન, અધ્યાત્મ માટે!

