આમ તો ઘણાં બધાં ખૂબસૂરત અને સુગંધી ફૂલો છે... કુદરતમાં સૌંદર્ય અને વિવિધતાની કોઈ કમી નથી. પણ આપણે સૌ કોઈને પોતાની પસંદગી હોય છે. આ બધાં ફૂલોમાં મારી પણ એક પસંદગીનો ફૂલ છે - સૂર્યમુખી! કારણ? એને સૂર્ય સાથે સંબંધ છે.... સૂર્ય જ્યાં સૂર્યમુખીનો ચહેરો ત્યાં... એ પોતાની દિશા સૂર્ય સાથે બદલતો રહે છે.... સૂર્ય એક બહુ વિશાળ છે, પૃથ્વીથી અનેક ઘણો વિશાળ, એના કારણે જ પૃથ્વી પર જીવન છે. એ પ્રકાશ છે. અંધકારને દૂર કરે છે. ઊર્જાવાન છે. તાકાત છે. આશા છે. જીત છે. જ્યાં કો નિરાશા નથી. આગળ વધવાનો, ગતિનો પ્રતીક છે.... પોતે સ્થિર છે, પણ એના કારણે ગ્રહો એની પ્રદક્ષિણા કરે છે.સૂર્યમુખી સૂર્યનો દીવાનો છે. એને આ સૂર્યના ગુણો ગમે છે, એનાથી પ્રભાવિત છે. એનો નામ પણ એનાથી છે. મને સૂર્યમુખી ગમે છે, કારણ કે મને ગતિમાન હોવું ગમે, મને ઊર્જાવાન હોવું ગમે... મને આળસ અને લલ્લુ પંજુ હોવું ન ગમે. મને આગળ વધવું ગમે, કંઇક કરી બતાવવું ગમે. હું જ્યાં પણ હોઉં એમાં હું શું યોગદાન આપી શકું અને શું સારું કરી શકું એમાં મને રસ છે. લોકોની નિંદા કરવામાં અને આજુબાજુની પરિસ્થિતિમાં ફરિયાદો કરવાનું મને પસંદ નથી. હું હંમેશા રાજાની મ...