મારી રાશી વૃશ્ચિક છે. મેં હમણાં YouTube પર વૃશ્ચિક રાશિના સ્વભાવ વિશેના ઘણા બધા વિડિયો જોયા.... અને મને બહુ નવાઈ લાગી કે એમાંથી મોટાભાગની વાતો સાચી છે! મારો સ્વભાવ પણ એવો જ છે.... ઘણા વિડિયો બહુ વિસ્તારથી છે... બધી વિગતો સ્પષ્ટ રીતે કહેલી છે, ઉદાહરણ સાથે... સ્વભાવને symbol થી દર્શાવવા વિદ્વાનો / ઋષિ એ વીંછી નો સિમ્બોલ બહુ વિચારીને આપ્યો છે. ઘણા બધા સારા પાસાઓની વાત છે અને ઘણા બધા નકારાત્મક.... અહી હું એક નકારાત્મક પાસાની વાત કરવા માંગુ છું. આ રાશીનાં લોકો જ્યારે બીજા કોઈ એની સાથે ખોટું કરે, ખોટું બોલે, અપમાન કરે, ઠેશ પહોચાડે, દગો કરે તો એને વર્ષો પછી પણ ભૂલી નથી શકતા.... મનમાં દુઃખની લાગણી રહી જાય છે.... એક નફરત રહી જાય છે.... એ લોકોને માફ નથી કરી શકતા... વીંછી નાં પૂછનો આ "ઝેર" છે. અને ગુસ્સાવાળા સ્વભાવથી એ બીજા લોકોને heart કરે છે અને કડવા શબ્દો કહી દે છે.... જાણે કોઈ વીંછી નો ડંખ, જે સામેવાળાને બહુ પીડા આપે છે. આ ડંખ અને ઝેરની પૂછળી વીંછી પોતાના માટે પણ ખતરનાક હોય છે.... એ ગુસ્સા, નફરત, લોકોની બેવફાઈ અને એ બધાથી પોતે જ disturb થઈ જાય છે... એ ડંખ પોતાને જ મારી દે છે.... એ s...